ધરમપુર: ગતરોજ NSSના SVNIT સુરતના વિદ્યાર્થીઓ ભરેલી ધરમપુરના ખોબા ગામમાં જતી સ્કૂલ બસમાં ધરમપુરના પહાડીવાળા વિસ્તારમાં આવેલા સાદલવેરા ગામ પાસે અચાનક બ્રેક ફેઈલ થઇ જતા બસ પલટી જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી .

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ SVNITના વિદ્યાર્થીઓની અકસ્માતની ઘટના બનતા આજુબાજુના સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદ કરવા આવી ગયા હતા. હાલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર ધરમપુરના રાજચંદ્ર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ ધરમપુર મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પોહચી ગઈ હતી.

ખોબા આશ્રમના લોક્મંગમમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નીલમ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત થતા જાણવા મળ્યું છે કે આ ઘટના બસના બ્રેક ફેઈલ થવાના કારણે અચાનક બની પણ પ્રકૃતિનો આભાર કે આ બનાવમાં કોઈ વિદ્યાર્થીઓને ગંભીર ઈજા થવા પામી નથી હાલમાં બધા જ વિદ્યાર્થીઓ બહેતર હાલતમાં છે. અને અકસ્માતની ઘટનામાં મદદે આવનારા લોકો અને વહીવટીતંત્રનો પણ આ તબક્કે આભાર માનું છું.