તિલકવાડા: ગુજરાત સરકાર દ્વારા કાઢવામાં આવેલી ‘વિકસિત ભારત રથયાત્રા’ જ્યારે તિલકવાડાના ઉચાદ ગામે પહોંચી ત્યારે ઉચાદ ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત હોવાથી નવું બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યાને બે વર્ષની અવધી પૂરી થવા છતાં ન બનવા પર સ્થાનિક લોકો ગુસ્સામાં આવી ગયાની ઘટના બનવા પામી છે.

કનુભાઈ ભીલ જણાવે છે કે અમે કેટલીય વાર મૌખિક અને લેખિત રજુવાતો કરી છે પણ નવી સ્કૂલ આજે પણ બનાવવામાં આવી નથી. હાલમાં પણ જર્જરિત સ્કૂલમાં બાળકો ભણે છે જો કોઈ ઈંટો પતરા પડ્યા અને મોટી દુર્ઘટના થઇ તો કોણ જવાબદાર ? બીજું બાજુ વિકસિત ભારત રથયાત્રામાં વિકાસની મોટી મોટી વાતો કરે છે. આજે મોકો હાથ લાગતાં મનની વેદના કહી દીધી..

પણ હું વધારે બોલું તે પહેલા માઈક બંધ કરી દેવાયું.. બોલો.. આ પ્રસંગે તિલકવાડા ટીડીઓ અતુલ રાઠવા, જિલ્લા પંચાયત સભ્ય મમતાબેન તડવી, ભાજપના બાલુભાઈ બારીયા સહિત સરપંચ, સર્કલ સહીત અનેક અધિકારીઓ હાજર હતા.