વઘઇ: વિદ્યાર્થીનીઓની અસત્ય પર સત્યની જીત.. વઘઈ તાલુકાની S S માંહલા કેમ્પસમાં ચાલતાં GNM નર્સિંગ કોર્ષમાં 15 થી વધુ આદિવાસી દીકરીઓએ એડમીશન લીધું હતું પણ કોલેજ કે હોસ્ટેલમાં માળખાકીય સુવિધા ન મળતા આ દીકરીઓએ ત્યાં અભ્યાસ કરવાનું ગમ્યું નહિ અને તેઓ દ્વારા સંચાલક પાસે ઓરીજનલ ડોક્યુમેન્ટની માગણી કરી પણ સંચાલકે આ માંગણી સ્વીકારી નહિ અને ડોક્યુમેન્ટ આપવાની ના પાડી..
આ આદિવાસી દીકરીઓએ આ વિષેની જાણ Decision News ને કરી અને હકીકત તપાસવા Decision News S S માહલા કોલેજ કેમ્પસ અને સંચાલકની મુલાકાત કરી અને સંચાલકનું નિવેદન લીધું પણ સંચાલકે ઓરીજનલ ડોક્યુમેન્ટની માંગણી ગેરવાજબી ગણી હતી. ત્યાર બાદ વિધાર્થીનીઓએ ઓરીજનલ ડોક્યુમેન્ટ કોલેજ મળી જાય એ માટે શું કરી શકાય તેની સલાહ Decision News માંગી.. ત્યારે વધુ આદિવાસી દીકરીઓ વાંસદા-ચીખલીના આસપાસના વિસ્તારની હોવાથી તમારા ધારાસભ્યને વાત કરવા Decision News જણાવ્યું અને આ હારેલી થાકેલી આદિવાસી દીકરીઓ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને મળી અને પોતાની સમસ્યા વિષે જણાવ્યું.. ત્યાર બાદ અનંત પટેલ અને કલ્પેશ પટેલ અને અન્ય આદિવાસી આગેવાનો અને મીડિયા સાથે કોલેજની મુલાકાતે પોહ્ચ્યા અને સંચાલક સાથે એક કલાકની લાંબી બેઠક યોજી અને દીકરીઓના ડોકયુમેન્ટ આપી દેવા જણાવ્યું પણ ત્યાર બાદ પણ સંચાલકે બે દિવસની મોહલત માંગી. આ સમયગાળા દરમિયાન પણ Decision News ના ડો. અવિનાશ અને નવસારીના રિપોર્ટર મનીષ ધોડિયા દ્વારા આ મુદ્દે સતત કવરેજ આપવામાં આવ્યું હતું. આ મુદ્દે સમસ્ત આદિવાસી સમ,સમાજના પ્રદીપભાઈ ગરસીયાએ પણ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું અને તેઓ પણ આદિવાસી દીકરીઓના પક્ષમાં હતા અને જો દીકરીઓને ડોક્યુમેન્ટ ન અપાઈ તો સમસ્ત આદિવાસી સમાજ શ્યામ માહાલાના વિરોધમાં ઉતરશે ની ચીમકી પણ આપી હતી. ત્યાર બાદ ત્રીજા દિવસે દીકરીઓને ડોકયુમેન્ટ ફાઈનલી આપી દીધા.. વિદ્યાર્થીઓનીએ પલ સંતોષ અને ખુશી- ઉલ્લાસની પલ હતી આમ નર્સિંગની આદિવાસી દીકરીઓ જંગ જીતી હતી.
વિદ્યાર્થીઓની જણાવે છે કે આ અમારી જંગની જો Decision News જો સાથી ન બન્યું હોય અને તો આ જંગ જીતવી અશક્ય જણાતી હતી. અને અમારી આ લડાઈમાં અમારા MLA અનંત પટેલ અને કલ્પેશ પટેલ સાથે અમને સાથ આપનાર બધા જ આદિવાસી આગેવાનો અને લોકો અમે આભાર માનીએ છીએ અને ફરી એક વાર Decision News ને Thank You..Thank You Very Much..