વાંસદા: વાંસદા ના ઉનાઈ ખાતે રહેતા યુવકે બજાજ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, એસેટ રી કન્સ્ટ્રક્શન કું (ઇન્ડિયા) લી.(આરસિલ) નાં મેનેજર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, ખોટા દસ્તાવેજ બનાવવા અને માનસિક ત્રાસ આપવા બાબતે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે રહેતા દીપક લક્ષ્મણ યેવલેના પિતા સ્વ. લક્ષ્મણભાઈ સુખાભાઈ યેવલે એ બજાજ ફાયનાન્સ, ચીખલી બ્રાંચ માંથી હાઉસીંગ લોન લીધી હતી. અને તે લોન ની સીકયોરીટી પેટે બજાજ ફાયનાન્સ દ્વારા લોનનો વીમો પણ કરવામાં આવ્યો હતો. અને તે વિમા ની રકમ રૂા. 25,000/- સ્વ. લક્ષ્મણભાઈ સુખાભાઈ પાસેથી વસુલ કરવામાં આવી હતી. વીમો એચડીએફસી લાઈફ ઈન્સ્યુરન્સ નો બજાજ ફાયનાન્સ ધ્વારા ઉતરાવવામાં આવ્યો હતો. લોનની રકમ વીમા કંપની ધ્વારા બજાજ ફાયનાન્સ લીમીટેડમાં ડાયરેકટ જમા થાય તેવી જોગવાઈ કરવામાં આવી હતી.

તા.15-10-2018 ના રોજ લક્ષ્મણભાઈ સુખાભાઈ યેવલે નું અવસાન થયું હતું. જેની જાણ બજાજ ફાયનાન્સ ને કરવામાં આવી હતી.પરંતુ વીમા પોલીસી ની રકમ માટે બજાજ ફાયનાન્સ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.અને દીપક લક્ષ્મણ યેવલેને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

યુવકએ વારંવાર એચડીએફસી લાઈફ ઈન્સ્યુ. કું. વલસાડ, તિથલરોડ ઓફીસ માં જઈ ને વીમા બાબતે તપાસ કરી હતી.પરંતુ કર્મચારીઓ દ્વારા સરખો જવાબ આપવામાં આવતી નથી. જેથી યુવકને શંકા છે કે,બજાજ ફાયનાન્સ લીમીટેડ ધ્વારા લોનની પોલીસી ઉતારવામાં આવેલ નથી અને બજાજ ફાયનાન્સ ધ્વારા ખોટો પોલીસી નંબર આપવામાં આવેલ છે.” કારણ કે લોન એકાઉન્ટ તેજ નંબર વીમા પોલીસી નો છે. આમ લોન એકાઉન્ટ નંબર અને વીમા પોલીસી નો નંબર એક જ ન હોઈ શકે. આમ,બજાજ ફાયનાન્સ ધ્વારા એચડીએફસી ની ખોટી વીમા પોલીસી બનાવવામાં આવેલ છે અને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવેલ છે.

બજાજ ફાયનાન્સ, ચીખલી ધ્વારા દીપક યેવેલે ના પિતાના અવસાન બાદ ખોટી સહી કરીને ફરીથી યુવકના નામે એચડીએફસી લાઈફ ઈન્સ્યુ. કું. ની પોલીસી ઉતારવામાં આવેલ છે અને તેમાં નોમીની તરીકે મરણ ગયેલ પિતા નુ નામ લખવામાં આવેલ છે.યુવકએ વીમા પોલીસી નાં કોઈ પણ કાગળ ઉપર સહી કરેલ નથી તેમ છતાં યુવકની બોગસ સહી કરીને યુવકનાં નામે વીમા પોલીસી ઉતારવામાં આવેલ છે.

બજાજ ફાયનાન્સ ધ્વારા સ્વ. લક્ષ્મણભાઈ સુખાભાઈ યેવલે ની હાઉસીંગ ફાયનાન્સ લોનની વીમા પોલીસી હોય, જેમનાં મરણ બાદ યુવક એ લોન નાં હપ્તા ભરપાઈ કર્યા નહોતા.જેના કારણે બજાજ ફાઇનાન્સ ના મેનેજર દ્વારા વારંવાર નોટીસ મોકલવામાં આવે છે.અને હેરાન પરેશાન કરવામાં આવે છે. જોકે યુવકે વકીલ મારફતે નોટીસનાં જવાબ પણ આપેલ છે તેમ છતાં લોનની ઉઘરાણી યુવક ઉપર કરતાં આવેલા છે

બજાજ ફાયનાન્સ ધ્વારા તેમની લોન એચડીએફસી મેનેજરની કંપની આરસીલ કું. ને વેચાણ કરી દેવામાં આવેલ છે. જેથી હવે યુવક ને એચડીએફસી લાઇફ ના મેનેજર હેરાન પરેશાન કરી રહ્યા છે અને મકાન જપ્ત કરવાની નોટીસ આપી તથા ફોન કરીને માનસિક તરસ આપે છે.

યુવકએ વારંવાર બજાજ ફાયનાન્સ માં જઈ ને વીમા કંપની નાં કાગળો પર સહી-સીકકા કરી આપવાની વાતો કરી હતું પરંતુ બજાજ ફાયનાન્સ ધ્વારા વીમા કંપનીનાં કાગળો પર સહી સીકકા કરી આપવામાં આવતા નથી. તેમજ એચડીએફસી લાઈફ ઈન્સ્યુ. કંપની ધ્વારા વીમાની ડુપ્લીકેટ પોલીસી પણ આપવામાં આવતી નથી. આમ બજાજ ફાયનાન્સ ધ્વારા બોગસ વીમા પોલીસી આપવામાં આવેલ હોવાનુ જણાઈ આવે છે. જેનાં કારણે યુવકને ખોટી રીતે હેરાન પરેશાન થવુ પડી રહ્યું છે. હાલમાં એસેટ રીકન્સ્ટ્રકશન કું. (ઈન્ડીયા) લી. ના મેનેજર દ્વારા અસહય ત્રાસ આપવામાં આવી રહ્યો છે.અને ઘર ઉપર ઘર જપ્તી ની નોટીસ લગાવી ગયેલ છે.

ત્યારે સમગ્ર મામલાને લઈને યુવક એટલો ત્રાસી ગયો છે કે, આત્મહત્યા કરવાનાં વિચારો આવે છે.જેને લઇને યુવકે ત્રણેય મેનેજર વિરુદ્ધ મે. ચીખલી નાં જયુડી. મેજી. ફ.ક. જજ સાહેબ ની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અહીં ઉલ્લેખનીય છે કે,યુવકે નવસારીનાં ડીએસપી સાહેબ તથા રેંજ આઈ,ગૃહવિભાગ ગાંધીનગર, પોલીસ કમિશ્નરશ્રી સુરત, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, સુરત વગેરે ને લેખિત માં ફરીયાદ કરી હતી. પરંતુ ચીખલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કાયદેસરની યોગ્ય કાર્યવાહી કે સાચી દીશામાં તપાસ કરવામાં આવેલ નથી.