માંડવી: ૩ ડિસેમ્બરના રોજ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિન નિમિતે ગુજરાત રાજ્ય હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે સુરતના માંડવી ખાતે ગુજરાત રાજ્ય દક્ષિણઝોન રમતોત્સવ કબડ્ડી સ્પર્ધામાં નર્મદાની ડેડિયાપાડા હોમગાર્ડ ટીમ વિજેતા બની હતી.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી માહિતી મુજબ 6 ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિન નિમિતે ગુજરાત રાજ્ય હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ઝોનમાં માંડવી સુરત ખાતે રમત ઉત્સવ રાખેલ હતો. જેમાં દક્ષિણ ઝોનના બધા જ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો જેમા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના હોમગાર્ડની ટીમ અને સામે નવસારી જિલ્લાના હોમગાર્ડ સાથે ફાઈનલ કબડ્ડીના ખેલ જબરજસ્ત ચાલ્યો અંતે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા ટીમ વિજેતા બની હતી.
રોમાંચક મુકાબલામાં વિજેતા થયેલી ડેડિયાપાડા ટીમને નાયબ પોલીસ અધિકારીશ્રી અને જિલ્લા કમાન્ડન્ટ સુરત ગ્રામ્ય આઈ.જે. પટેલ દ્વારા વિજેતા ટીમ પ્રમાણપત્ર અને ટ્રોફી આપીએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર આ વિજયને લઈને ડેડિયાપાડાના હોમગાર્ડ આલમમાં ખુશીનો માહોલ છે.