સેલવાસ: આજરોજ દાદરા નગર હવેલીના વિસ્તારમાં આવતાં ખરડપાડા અને ગલોન્ડા ગ્રામપંચાયતની ગ્રામસભા યોજઈ હતી.જેમાં વિવિધ કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ગયા વર્ષના બાકી કામો અને નવા કામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં વિરોધનું વાતાવરણ સર્જાયું હતું.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગલોન્ડા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સરપંચ, ઉપસરપંચ, સિવાય અન્ય કોઈ બીજા સભ્યો ઉપસ્થિત રહ્યા ન હતા અને અધૂરામાં પૂરું અધિકારીઓ પણ હાજર ન રહેતા ગ્રામજનોએ ગ્રામસભાનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું હતું કે ઉચ્ચ અધિકારી ગ્રામસભામાં હાજર હોય તો ગ્રામજનોની સમસ્યા હલ કઈ રીતે કરી શકે એ એક મોટો પ્રશ્ન છે જેને લઈને ગ્રામજનોએ વિરોધના શૂર છેડયા હતા.