વાંસદા: મધ્યાહન ભોજન યોજનામાં બાળકો માટે છે કે પશુઓ માટે એ વાંસદા તાલુકાની શાળાઓમાં ભણતા આદિવાસી બાળકોના વાલીઓ વર્તમાન પ્રશાસનને પૂછી રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે અપાતું મધ્યાહન બાળકો નહિ પશુઓ ખાઈ રહ્યા હોવાનું શિક્ષકો પણ નામ ન આપવા ના વચન લઈને સ્વીકારી રહ્યા છે.

બાળકોના વાલીઓની એવી ફરિયાદ છે કે ભોજન બનાવ્યાના ઘણા સમય વીતી ગયા બાદ શાળાઓમાં મધ્યાહન ભોજન પોહ્ચતું હોય છે જેના કારણે બાળકોને ભોજન આપવા સમયે તે નિમ્ન સ્તરનું અને ઠંડુ પડી ગયું હોય છે માટે અડધા બાળકો તો ખાતા જ નથી અને અડધા થોડું અમથું શિક્ષકોના ડર ના લીધે બાઈ લેતા હોય છે બાકી બચી ગયેલું ભોજન ફેકી દેવામાં આવે છે અથવા તો પશુઓને ખવડાવવા આપી દેવામાં આવે છે. આ નિયમિત બનતું હોવાનું શિક્ષકો પણ સ્વીકારે છે.

આપણે નવસારીની જ્યારે વાત કરીએ તો નાયક ફાઉન્ડેશન નામની એક જ એજન્સી ૬૭૭ શાળાઓમાં ભોજન પહોંચાડે છે. ગરમા-ગરમ ભોજન પહોંચાડવાનો નિયમને નેવે મૂકી બાળકોને ઠંડુ ભોજન વિદ્યાર્થીઓ જમતા હોય છે અને બીજું કે મેનુ પ્રમાણે તો ભોજન બાળકોને મળતું જ નથી. આ બાબતે શિક્ષકો પર દબાણ ઉભું કરવામાં આવતા પોતાની નોકરી બચાવવા બોલી શકતા નથી. એમ કહી કે ચોપડાઓમાં આંકડાનું ગણિતની રમત રમી માત્ર સરકારી ગ્રાન્ટ મેળવી રૂપિયા ચાંવ કરવાનું કામ આ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત થઇ રહ્યું છે. ત્યારે મધ્યાહન ભોજનના સ્થાને ફરીથી જે પ્રકારે શાળામાં ભોજન બનતું અને બાળકો જમતા એ પ્રક્રિયા ફરીથી શરુ કરવાની અને નાયક ફાઉન્ડેશનના મધ્યાહન ભોજન બંધ કરવાની લોકચર્ચા જોવા મળી છે.