ડાંગ:  વર્તમાન સમયમાં પણ ડાંગ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોમાં પ્રવર્તતિ ‘ડાકણ પ્રથા’ જેવી કુપ્રથા ને દુર કરવા  ડાંગ પોલીસે કમર કસી છે. અંધશ્રદ્ધાને કારણે મહિલાઓને જે યાતના આપવામાં આવે છે એમાંથી મુક્તિ આપવા અને જનજાગૃતિ માટે ‘પ્રોજેકટ દેવી’ હાથ ધર્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસની ‘સી ટિમ’ એ વિશેષ વ્યૂહરચના સાથે ડાંગમાંથી ‘ડાકણ પ્રથા’ ને દુર કરશે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ગત દિવસોમાં ડાંગ પોલીસે ‘ડાકણ પ્રથા’ ને નામે યાતના ભોગવતી 65 થી 70 જેટલી વડીલ મહિલાઓને આ કુપ્રથામાંથી મુક્ત કરાવી, તેમના ઘર પરિવાર અને સમાજમાં તેમનું પુનઃસ્થાપન કરાવ્યું હતું.

કુપ્રથામાંથી મુક્ત થયેલી ડાંગની વડીલ મહિલાઓને નવજીવન અપાવી સ્વમાનભેર જીવવાનો મોકો આપનાર ડાંગ પોલીસનો વડીલ મહિલાઓ આભાર વ્યક્ત કરી રહી છે.