વાંસદા: ગુજરાતમાં અને ખાસ કરીને નવસારીના બદલાયેલા મોસમ વચ્ચે આજરોજ વહેલી સવારે વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં સરપંચ દ્વારા ગ્રામજનોના આરોગ્યની જાળવાણી માટે આયુર્વેદ સર્વેરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

Decision news ને મળેલી માહિતી મુજબ આયુર્વેદ પદ્ધતિ સારવાર કેમ્પમાં ડોક્ટર અમીષાબેન આયુર્વેદ મેડિકલ ઓફિસર ઉપસ્થિત રહીને ગ્રામજનોના આરોગ્ય સંબધી ચેકઅપ કરી તેમના સારવાર અંગે સલાહસૂચન કર્યા હતા જ્યારે ગામના સરપંચશ્રી મહેન્દ્રભાઈ પટેલ કાજલબેન ટીચર માનસિંગભાઈ અને ખંડુભાઈ કહ્ડે અગે ઉભા રહી ગામના લોકોને પ્રોત્સાહન પૂરું પડતા રહ્યા હતા. સરપંચશ્રીનો આયુર્વેદિક દવા તરફ લોકોને આગ્રહ કરતાં ગામના લોકોએ આયુર્વેદિક કેમ્પનો ખુશીથી લાભ લીધો હતો.