કપરાડા: કપરાડા તાલુકામાં આંગણવાડીના હેલ્પર માટે ની જાહેરાત તા.8/11/2023 ના રોજ ન્યૂઝ પેપરમાં હતી. જેના ફ્રોમ ભરવા માટે જરૂરી રહેઠાણનો દાખલાની જરૂર હોવાથી ગતરોજ 29/11/2023 ના રોજ બુધવારે સવારે 10 વાગ્યાથી મામલતદાર કચેરી એ 150 જેટલા રહેઠાણનો દાખલા માટે સવાર થી સાંજ સુધી નાના બાળકો સાથે બહેનો પણ કચેરીએ મોડે સુધી રહ્યાં હતાં.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જયેન્દ્ર ગાંવિત અને કપરાડા તાલુકાના આપ પ્રમુખ રાજેશ રાઉત સાથે જયેન્દ્ર ગાંવિત એ ફોન કરતાં તાત્કાલિકમાં મામલતદારને ફોન કરી મામલતદાર કચેરી કપરાડા ખાતે ઓફિસએ મુલાકાત લીધી ત્યાર બાદ મામલતદાર સાહેબ ને વાત કરતા જણાવ્યું કે સાજ ના 7 વાગ્યાં સુધીમાં તમામ દાખલા મળી ગયા હતાં. જે આવનારા દિવસોમાં એવું ન થાય એ નોંધ લેવા વિનંતી કરી. સાથે ફ્રોમ ભરવા માટે ની છેલ્લી 30/11/2023 માત્ર એક જ દિવસમાં બાકી રહ્યા છે.

જો આવતી કાલે ઓનલાઇન ફ્રોમ ભરતા વિલંભ થશે તો પ્રાત સાહેબને વિનતી છે કે આગણવાડી હેલ્પરના ફ્રોમ ભરવા માટે 3 ત્રણ દિવસ વધારી આપશો એવી ભલામણ કરી રહ્યાં છે. નહી તો ગાંધી ચિંધ્યા આંદોલન કરવામાં આવશે.