આહવા: આહવામાં રમેશ ડોન અને તેના પાડોશીઓ વચ્ચે ટપરીના કબજા મુદ્દે ઝગડો થયા બાદ મારામારી થઇ એમાં રમેશ ડોનના પુત્રએ એક યુવાનનું માથું ફાડી નાખ્યું હતું તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં હાફ મર્ડર અને એટ્રોસિટીની સામસામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને સ્થાનિકો પરથી મળેલી માહિતી મુજબ આહવા નગરના પટેલપાડા વિસ્તારમાં રહેતા ભાજપના માજી જિલ્લા પ્રમુખ રમેશભાઈ ચૌધરી તથા તેમના પુત્ર અજય તેમના ઘર બહાર આવેલી ટપરીનો સામાન કાઢી રહ્યાં હતા. આ વખતે પાડોશી એઝાઝભાઈ સાકીરભાઇ, જાયદાબેન સાકીરભાઇ અને બે પુત્ર તેમની પાસે આવી ‘આ ટપરીવાળી જગ્યા અમારી છે, અમને ચાવી આપી દે’ એમ કહેવા લાગ્યા હતા આ મુદ્દે બંને પરિવાર વચ્ચે ઝગડો ઉભો થયો અને વાત મારામારી સુધી પોહચી ગઈ અને લડાઈમાં એઝાઝ નામના યુવાન પર લાકડા અને કુહાડી દ્વારા પ્રહાર કરતાં તેનું માથું ફાટી ગયું હતું. બાદમાં તેને સારવાર માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ ઘટનામાં જાયદાબેને રમેશ ચૌધરી, રવિ ચૌધરી અને અજય ચૌધરી સામે હાફ મર્ડરની તો સામે પક્ષે અજય રમેશ ચૌધરીએ એઝાઝ અને 5 સામે આહવા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.