વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામમાં સદગુરૂ પેટ્રોલપંપની બાજુમાં આવેલા તળાવના પાણીમાં 2 નવેમ્બર 2023ના રોજ બપોરે ૨-૩૦ કલાકની આસપાસ એક અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષીય પુરૂષની લાશ મળી આવી હતી.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાપી તાલુકાના કરવડ ગામમાં સદગુરૂ પેટ્રોલપંપની બાજુમાં આવેલા તળાવના પાણીમાં 2 નવેમ્બર 2023ના રોજ બપોરે ૨-૩૦ કલાકની આસપાસ એક અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષીય પુરૂષની લાશ મળી આવી છે.
જેણે કાળા કલરનો સફેદ ડિઝાઈનવાળો શર્ટ અને કાળા કલરની જિન્સ પેન્ટ પહેરી હતી. જેના સગા સંબંધીઓની પોલીસે શોધખોળ કરી હતી પરંતુ કોઈ વાલી વારસો મળી આવ્યા ન હતા. જેથી અજાણ્યા મૃતકના વાલી વારસો મળી આવે તો ડુંગરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું છે.

