દાહોદ: દાહોદમાં પોલીસની ટક્કર અને મારથી મરણ પામનાર યુવકના મોત મામલે ખોટો આદિવાસી વિરુદ્ધ DNT નો માહોલ ના બનાવવા અપીલ કરવામાં આવી છે. પોલીસ હોય કે ગુનેગાર તેમની જાતિ કે ધર્મ હોતો નથી તે પોલીસ કે ગુનેગાર જ હોય છે.
એડવોકેટ જીમ્મી પટેલ જણાવે છે કે કોઈ પણ કારણસર એક યુવકનું મૃત્યુ થયું છે પરિવાર તેની તપાસ માંગી રહ્યું છે નજરે જોનાર તેના ભાઈનો આક્ષેપ છે તેનો ભાઈ પોલીસના મારના કારણે મરણ પામ્યો છે તેઓ પોસ્ટ મોર્ટમ ફરી કરવા કહે છે કે ફરિયાદ દાખલ ના થાય ત્યાં સુધી લાશ લેવા ના પાડે છે તેમાં મ્રુતક ના પરિવાર ના સમુદાયના ૨૫ થી વધુ લોકોની ધરપકડ કરવી તેમના ઉપર હિંસા કરવી કાયદો હાથમાં લઈ નોટિસ પાઠવી લાશ નહીં લો તો પોલીસ તેનો નિકાલ કરસે જેવી ધમકી આપવી તે ગુજરાત ની કાયદો વ્યવસ્થા ને શોભે તેવી બાબત નથી.
આ ગુજરાત છે નકલી એન્કાઉન્ટર નથી ચાલતા તો આમ ખોટી રીતે કોઈનું મરણ કેમ ચલાવી લેવાય ?
ગુજરાત સરકાર તત્કાલ રાજ્ય સ્તરીય તપાસ કમિટી નીમી નિષ્પક્ષ IPS કક્ષાના અધિકારી ને સમગ્ર પ્રકરણની તપાસ શોપી મ્રુતક ની લાશને કોઈ નુકશાનના પહોંચાડે તેનું ધ્યાન રાખવામાં આવે તેમજ મૃતક ના પરિવાર, સમુદાયના ધરપકડ કરેલ લોકોને તત્કાલ મુક્ત કરવામાં આવે તેવી અમો જાહેર માંગ કરીએ છીએ.

