ડેડીયાપાડા: આજરોજ ડેડીયાપાડા ખાતે ચાલતા જુગરધામ ઉપર ગાંધીનગર થી પોલીસ આવીને રેડ કરે અને ડેડીયાપાડા પોલીસ ઊંઘતી ઝડપાઇ તેમાં સ્થાનીક પોલીસ ની રહેમ નજર હોય તેમ લાગી રહ્યું છે. વર્ષોથી ડેડીયાપાડા ખાતે સ્ટેટ વિજીલિયન્સ પોલીસ દિવાળી સમયે રેડ કરીને લાખો રૂપિયાનો જુગારનો મુદ્દામાલ ઝડપી પાડતી હોય અને સ્થાનિક પોલીસ ને તેની ભણક સુદ્ધા ન આવે તે માનવમા આવે તેમ નથી.

ડેડીયાપાડામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા ઉપર જાણે સ્થાનિક પોલીસની રહેમ નજર હોય તેમ સ્પષ્ટ પણે જણાય આવે છે છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે ચાલતા જાહેર માં ચાલતા જુગારના અડ્ડા પર દર વર્ષે દિવાળી પછીના ટાઈમે વિજિલન્સ રેડ કરે છે છતાં પણ આ જુગાર ના અડ્ડાઓ હજુ સુધી કેમ બંધ નથી થતા એ એક મોટો સવાલ ઉભો થાય છે હાલમાં થોડા સમય પહેલા પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ જાહેર મંચ પરથી જણાવવામાં આવ્યું હતું કે પોલીસ હપ્તા લઈને દારૂ અને આંકડા જુગારના ધંધા ચલાવે છે તો શું આ વાત ખરેખર સાચી જ છે તે સાબીત થાય છે જો ગાંધીનગરથી પોલીસ આવીને અહીં રેડ કરીને જાહેરમાં ચાલતા જુગાર ધામ બંધ કરાવી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ આ કામ કેમ નથી કરી શકતી ? સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે લોકોમાં પણ ચર્ચા છે કે સ્થાનિક પોલીસ દારૂ આંકડા જુગાર વાળા પાસે મસમોટા હપ્તાઓ લઈને ધંધો ચલાવવાની પરમીશન આપે છે.

સ્ટેટ વિજીલિયન્સ પોલિસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બે લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પાસે રોકડ રકમ સહિત મોબાઈલ ફોન તેમજ મોટરસાઇકલ સહિત જુગાર રમાડવાના સાધનો મળી બે લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકોને જુગારની લત લગાવી પાયમાલી તરફ ધકેલવાના ચાલતા આ ષડયંત્ર ને કોના છુપા આશીર્વાદ છે તેમ જનતા માં હાલ તો ચર્ચાઈ રહ્યું છે.તો બીજી બાજુ ત્રણ જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઝડપાયેલા આરોપીઓ

(1) રાકેશ અભસિંગ વસાવા રહે ડેડીયાપાડા (વરલી મટકા આંકડાનો જુગાર
ચલાવનાર મુખ્ય આરોપી તથા રાયટર)(લીસ્ટેડ બટુલેગર)

(2) પારસીંગ દેવજી વસાવા રહે.કુડીઆંબા ગામ નીશાળ ફળીયું તા.ડેડીયાપાડા.