ડેડીયાપાડા: બહુચર્ચિત કેસમાં નર્મદા પોલીસે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર ખોટી ફરિયાદ દાખલ કરી છે ત્યારે, આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. પોલીસ શાંતિ સુરક્ષા અને સલામતીનું સૂત્ર બાજુએ મૂકી માનવતાનીભૂલી નિર્દયતાની હદ વટાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી જાણકારી મુજબ દેડીયાપાડા તાલુકાના બોગજ ગામના ખેડૂત ડુંગરજીભાઈ ભંગડાભાઈ વસાવા (જેમના ખેતરમાં વન વિભાગ દ્રારા ઉભો કપાસનો પાક કાપી નાખવામાં આવેલ છે તે ખેડૂત.) ગત દિને ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસે કોઈપણ જાતની ઓળખાણ વિના, બિન કાયદેસર રીતે કોઈપણ પ્રકારના આરોપ વિના કે FIR વગર બારોબર ઉપાડી જઈ અંજાણ્યા રૂમમાં ગોંધી રાખી, અમાનવીય અત્યાચારો ગુજરી અને ઢોર માર મારી 36 કલાક કમરામાં ગોંધી રાખી તેમને શારીરિક અને માનસિક ત્રાસ ગુજરવામાં આવેલ છે. હાથ પગ, મોઢાના ભાગે અને શરીર પર લાત થી ગેબી માર માર્યો.પોલીસે કોઈપણ જાતનું લખાણ વિનાનું કોરા પેજ પર સહી અને અંગુઠાનું નિશાન લીધેલ છે. ત્યારબાદ 36 કલાક બાદ પોલીસની ગાડીમાં બેસાડી ગામના સીમાડે છોડી દીધેલ હતા.
ડુંગરજીભાઈ ભંગડાભાઈ વસાવા ને દેડીયાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસાડવામાં આવેલ હતા. વધુ સારવાર માટે તેમને દેડીયાપાડા યાહામોગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. અને ત્યારબાદ વધુ સારવાર અર્થે બારડોલી ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ત્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે.