ડાંગ: ગુજરાત સરકાર મહિલાઓને લઈને ઘણી બધી યોજનોઓનો પ્રારંભ કર્યો છે ત્યારે તેમની એક મહિલા-બાળ વિકાસ વિભાગ તરફથી પુર્ણા શક્તિ યોજનાનો લાભનો વઘઈ તાલુકાના ચિચિંનાગાવઠા ગામની નિશાબેન કમલેશભાઈ તુંબડાએ મેળવ્યો છે.
ગુજરાત સરકારના મહિલા-બાળ વિકાસ વિભાગ તરફથી પુર્ણા શક્તિ યોજનાનો લાભ મેળવનાર નિશાબેન જણાવે છે કે આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ અંગેનુ શિક્ષણ આપવામા આવ્યું છે તેની સાથે સાથે યોજના અંતર્ગત મને દર માસે સુક્ષ્મ પોષક તત્વોથી યુક્ત અને પોષણથી ભરપુર પૂર્ણાશક્તિના ચાર પેકેટ આપવામાં આવ્યા છે.
નિશાબેન તુંબડા વધુમાં કહે છે કે હું ડાંગ જિલ્લાના વઘઈ- આહવા અને સુબીર તાલુકાની તમામ 14 થી 18 વર્ષની કિશોરીઓને સરકારની આ મહત્વની યોજનાનો લાભ લેવા આહવાન કરૂ છુ. મેં આ લાભ લીધો છે તમે પણ લઇ શકો છો.

            
		








