દક્ષિણ ગુજરાત: હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે રવિવારના સુમારે કમોસમીની વરસાદ વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો હતો. નવસારી, વલસાડ ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ વરસ્યો અને ખેતરોમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા
એવું જાણવા મળ્યું છે કે દક્ષિણ ગુજરાત આજે વહેલી સવારથી વાતાવરણમાં બદલાવ આવ્યાનું લોકોએ અનુભવ્યું હતું અને પછી ઝરમર વરસાદ શરૂ થયો છે, ત્યાર આડ અમુક આદિવાસી વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની સંભાવના જોવા મળી રહી છે.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મુસીબત બની ગયો છે. જો હવામાન ખાતાની આગાહી મુજબ માવઠું આગળ વધ્યું અને વરસાદ ચાલુ રહ્યો તો દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોના તુવેર, કપાસ જેવા ઉભા પાક, શાકભાજી અને ડાંગર જેવા પાકને ખુબ જ મોટું નુકશાન થશે જે આદિવાસી ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાવી પણ શકે છે. ત્યારે આ કમોસમી વરસાદથી થયેલા આદિવાસી ખેડૂતોના પાકના નુકશાનને લઈને સરકાર મદદનો હાથ આગળ કરે એ જરૂરી બન્યું છે.