વાંસદા: આજરોજ વાંસદાના આદિવાસી વિસ્તારોમાં વિવિધ સરકારી પ્રોજેક્ટોને મંજુરી આપી લોકોના બહેતરી માટે ઝઝૂમનાર વાંસદા તાલુકાના મેજિસ્ટ્રેટ મામલતદાર મનસુખભાઈ વસાવાનું આકસ્મિક મૃત્યુ થયાની ઘટના બનવા પામી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મનસુખભાઈ વસાવા વાંસદા તાલુકા સેવા સદનમાં ઘણા લાંબા સમયથી મેજિસ્ટ્રેટ મામલતદાર વાંસદા તરીકે ફરજ બજાવતા હતા. તેમનું અચાનક આજે સવારે આકસ્મિક મૃત્યુ થઇ ગયા હોવાની વાતો વાયુવેગે પ્રસરી ગઈ હતી. વાંસદા સેવા સદનના કર્મચારી આલમમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
મૃત્યુનું કારણને લઈને લોકો જુદા જુદા તર્ક વિતર્ક આપી રહ્યા છે અમુકનું એવું કહેવું છે કે ટેરેસ પરથી પડી જવાના કારણે મૃત્યુ થયું છે જ્યારે અમુક લોકો હાર્ટ એટેક પણ બતાવી રહ્યા છે. હવે સાચું કારણ તો પોલીસ તપાસમાં જ જાણવા મળી શકે એમ છે.