ડાંગ: આજરોજ બંધારણ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા ખાતે સંવિધાન પાર્ક પર ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાન ડાંગ સમિતિ વતી ટચૂકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે ચર્ચા કરવામાં આવી કે હાલમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં સત્તાપક્ષ દ્વારા સંવિધાન બદલવા અને તેને કમજોર કરવાના યેનકેન પ્રકારે પ્રયાસો ચાલી રહ્યા છે અને નાગરિકોના મૂળભૂત અધિકાર પર તરાપ મારી એક પક્ષીય શાસન વ્યવસ્થા ચલાવવા પ્રયાસો થઇ રહ્યા છે. હાલની સરકાર સ્વતંત્ર સંસ્થાઓ જેવી કે જ્યુડીશ્યરી, E. D, CBI, વગેરેને પણ પોતાના નિયંત્રણમાં રાખી અને કાયદાઓમાં પણ એકતરફી ફેરફારો કરી લોકોનો અવાજ દબાવવા કોશિશ કરી રહેલ છે અને માટે સૌ નાગરિકોએ સતર્ક રહેવાની ખૂબજ જરૂર છે અને બંધારણ નું મહત્વ અને તેની તાકાત ને સમજવાની ખૂબ જરૂર છે. અને સામાન્ય થી સામાન્ય લોકો સુધી તેની જાગૃતિ ઉભી થાય એ માટે સૌ જાગૃત નાગરિકો દ્વારા પ્રયાસો કરવાની ખૂબ જરૂર છે.
આ કાર્યક્રમમાં એડવોકેટ સુનિલ ગામીત, એડવોકેટ રોશન ગામીત, મહેશ આહિરે, રાકેશ પવાર, અવિનાશભાઈ, રાજેશ માળીસ, લક્ષ્મણ બાગુલ, નીતુસુદન પવાર, અમિત પવાર, અમિત ચૌધરી, પૃથ્વી ભોયે વગેરે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.