ડોલવણ: પુષ્કરના મેળામાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના જયપ્રકાશભાઈ મગનભાઈ પટેલે પ્રદર્શની માટે રાજા નામનો 1300 કિલો વજન અને ₹ ફૂટ ઉંચાઈ તથા 11 ફૂટ લંબાઈ ધરાવતો પાડો પ્રદર્શનમાં મુક્યો છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
પુષ્કરના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલો ડોલવણનો પાડો (રાજા) રાજસ્થાનના પુષ્કરમાં ભરાયેલા પશુ મેળામાં દેશ વિદેશથી લોકો આવે છે. આ મેળામાં તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામના જયપ્રકાશભાઈ મગનભાઈ પટેલે પ્રદર્શની માટે રાજા નામનો 1300 કિલો વજન અને ₹ ફૂટ ઉંચાઈ તથા 11 ફૂટ લંબાઈ ધરાવતો પાડો પ્રદર્શનમાં મુક્યો છે. જેને જોવા જર્મની, ઇંગ્લેન્ડ સહિત દેશ-વિદેશના લોકો આવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ઝાફરાબાદી પ્રજાતિના આ પાડાની માતાનો દૂધનો રેકોર્ડ એક દિવસનો ૧૨૪ લીટરનો છે. મેળામાં માત્ર પ્રદર્શનમાં મુકાયેલા રાજાની કિંમત પશુના જાણકારી રૂ.10 થી રૂ. 30 કરોડ લગાવી રહ્યા છે.

