કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના ઓઝરડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓઝરડા ગામના ડેપ્યુટી સરપંચ દિવ્યાબેન માહલા તથા શાળા પરિવાર અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવકાર આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન વિસ્તરણ અધિકારી કપરાડા મુકેશભાઈ પટેલ તેમજ સરપંચ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા મંચ બિરાજમાન અધિકારી ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કાર્યક્રમની શરૂઆત ઓઝરડા મુખ્ય પ્રાથમિક શાળાની બાળાએ પ્રાર્થના રજુ કરી ત્યારબાદ ઉપસ્થિત અધિકારી ગણનું ગ્રામ પંચાયત દ્વારા તથા શાળા પરિવાર વતી પુષ્પગુચ્છ અર્પણ કરી શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તલાટી કમ મંત્રી સંજયભાઈ પટેલ સંકલ્પ પત્ર દ્વારા સર્વેગ્રામજનોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા અને સરકારશ્રીની જુદી જુદી યોજના અંતર્ગત લાભાર્થી સભ્યોનું અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું .જેમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરિતાબેન જયસિંહ વસાવા એ પોતાનો પ્રતિભાવ આપ્યો. મિશન સંકલ્પ યોજના અંતર્ગત રવિનાબેન ચેતનભાઇ વસાવા એ પણ મંતવ્ય રજૂ કર્યા હતા. આયુષ્યમાન કાર્ડના જેમને લાભ મેળવ્યા તેવા શ્રીમતી કમુબેન ફુલજીભાઈ તથા શિંગાડા હંસાબેન સુરેશભાઈ વગેરે પોતાના અનુભવ સાથે મેળવેલ લાભની માહિતી આપી. સગર્ભવ બહેનો, સ્વસ્થ બાળક, કિશોરી તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મેળવેલ લાભાર્થી વેલજીભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિસ્તરણ અધિકારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી તેમણે પ્રાકૃતિક ખેતી તેમજ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ તથા આધુનિક ખેતીથી થતા નુકસાન, પાણીની ઉપયોગીતા વિશે સમજ આપી. આરોગ્ય કર્મી પ્રિયંકાબેન પટેલે પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રજાને મળતી સેવા વિશે તેમજ જુદી જુદી યોજનાઓના કાર્ડ અંગેની માહિતી આપી.શાળાની બળાઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન પ્રતિભાશાળી શિક્ષક ધીરુભાઈ માહલાએ કર્યું હતું.

