તાપી: આજ રોજ તાપી જીલ્લા કલેકટર કચેરી ખાતે દસથી વધુ વિવિધ જન સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા કલેકટર મારફત ગુજરાત સરકારને પત્ર પાઠવી ટી.આર.બી.સભ્યોને તાત્કલીક અસરથી છુટા કરવા બાબતેની કાર્યવહીમા નિર્ણય ફેર કરી 6,400 પરિવારોનો વિચાર કરી ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
પત્રમાં જણાવ્યા મુજબ તાપી જીલ્લા સહિત ગુજરાત ભરમા ટ્રાફીક બ્રીગેડના ઘણા લાંબા સમય થી ફરજ બજાવતા ટી.આર.બી. સભ્યોને ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. સાહેબશ્રી દ્વારા તા. 18/11/2023 ના રોજ આદેશ બહાર પાડી ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટાફીક બ્રીગેડના જવાનોને ફરજ મુક્ત કરવા તેમજ તેઓને ટ્રાફીક બ્રીગેડ તરીકે ફરીથી નિમણુક ના કરવા હુકમ કરેલ છે.જે એક નિર્ણયથી 6,400 પરિવારો ઉપર રોજગારીનું મોટું સંકટ ઊભું થયું છે.
સમગ્ર નિર્ણય બાબતે વિરોધ દર્શાવતા તાપી જીલ્લાના ટી. આર. બી. જવાનોના સમર્થનમાં વ્યારા નગર સંઘર્ષ સમિતિ, આદિવાસી મુક્તિ મોર્ચા, વોઇસ ઓફ યુથ, આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા, રાષ્ટ્રીય આદિવાસી એકતા મંચ, આંતરરાષ્ટ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ, પ્રીમેટિવ ગ્રુપ, આદિવાસી પંચ બુહારી , ગુજરાત શ્રમિક સંગઠન , આદિવાસી એકતા મંચ–ગુજરાત જેવા દસથી વધુ સંગઠનના અગ્રણીઓ દ્વારા સરકારશ્રીને રજુઆત કરી ડીજીપીના 18/11/2023 ના આદેશમા ગુજરાત રાજ્યના તામામ ટ્રાફીક બીગેડના જવાનોને તાત્કાલીક અસરથી છુટા કરવા તે નિર્યણ યોગ્ય ના હોય અને ટ્રાફીક બ્રીગેડના જવાનોને છેલ્લા પાંચ કે દસ વર્ષ જેટલો જીવનનો અમુલ્ય સમય રાજ્ય ને માનવ સેવક તરીકે સેવા આપેલ હોય અને ફક્ત 300/- રૂપીયા જેવા ન જેવા દરે કોવિડ-19 ના લોક ડાઉનના સમયગાળા મા પોતાના જીવ ને નેવે મુકી અને ફરજ બજાવેલ હોય તથા પોતાના જીવનમા દિવાળી હોય કે ધુળેટી, જાહેર રજા હોય કે આઝાદીનું પર્વ દરેક તહેવારો મા પોતાના ઘરથી વંચીત રહીને પોતાની ફરજ બજાવેલ હોય અને હાલ સરકાર જો તેમને આમ છુટાં કરે તો તે સમગ્ર રાજ્ય માટે શરમજનક બાબત કહેવાય.
આમ ગુજરાત સરકારના ટ્રાફીક બીગેડના જવાનો ને તાલ્કાલીક અસરથી છુટા કરવા તે નિર્ણય ને અવગણી વિવિધ સામાજીક , આદિવાસી , ખેડુત સંગઠનોએ ટ્રાફીક બ્રીગેડ જવાનોના સમર્થનમાં નિર્ણય નો સખ્ત વિરોધ દર્શાવી સરકાર ને લેખિતમાં નમ્ર અપીલ કરી છે કે ગુજરાત રાજ્ય ના 6,400 જેટલા ટ્રાફીક બ્રીગેડનુ નહી પણ 6,400 જેટલા ટ્રાફીક બ્રીગેડના પરીવાર વિશે થોડું વિચારી નિર્ણય ફેર કરી 18/11/2023 ના આદેશ ને પરત ખેચી અને ગુજરાત રાજ્યના તમામ ટ્રાફીક બીગેડ ના હિત વિશે વિચાર કરે.

