ઉમરપાડા: 2019મા ગ્રામવાસી ઉપર ઉપરપાડા તાલુકા પોલીસ મથકે સરકારી કર્મચારીઓ પર હુમલો, રાયોટીંગ, સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કેસમાં 23 આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વર્ષ 2019માં ઉમરપાડા તાલુકાના ચીમનીપાતાલ ગામે ગૌચરની જમીનમાં જેટકો કંપની ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મ બનાવવાની કંપની નાંખવાની કામગીરી શરૂ કરાતા તેનો ગામના લોકોએ વિરોધ કર્યો હતો ત્યારે ગ્રામવાસી ઉપર ઉપરપાડા તાલુકા પોલીસ મથકે સરકારી કર્મચારીઓ પર હુમલો, રાયોટીંગ, સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની લાંબી લડત બાદ એડવોકેટ બિલાલ કાગઝીની ધારદાર દલીલો બાદ ઉમરપાડા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપાલ સિવિલ અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા બંને કેસમાં 23 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે
બચાવ પક્ષના વકીલ બિલાલ કાગઝીનું માનવું છે કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાસ્ત નહીં તે કહેવતને સાર્થક કરતો ચુકાદો સામે આવ્યો છે. અંતે સત્યનો વિજય થયો છે, નિર્દોષ નાગરિકોને ખોટી રીતે ફસાવવા ફરિયાદ નોંધતા સરકારી કર્મચારીઓ માટે એક દાખલા સમાન ચુકાદો છે.
કોર્ટે વધુમાં ટાંક્યુ હતું કે તપાસ અધિકારી પીઆઇ મોરી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવામાં આવે તેમ કોર્ટે પોલીસ અધિક્ષકને સુચન આપ્યું છે બચાવ પક્ષના એડવોકેટ બિલાલ કાગઝીની ધારદાર રજૂઆત અને દલીલોથી ૨૩ લોકો નિર્દોષ જાહેર થતાં તેમના ચહેરા હરખથી મલકાયા હતા.

