રાજપીપલા: વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ભારત સરકારશ્રી દ્વારા જનમાનસમાં છેવાડાના માનવી સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો જાગૃતિ સંદેશાનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને બાકી રહી ગયેલાઓને ઝડપથી લાભ મળે તેવા ઉમદા હેતુસર સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.

નર્મદા જિલ્લામાં 15 મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ ૨૦૨૩થી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે 6 દિવસ પૂર્ણ થયા છે. નર્મદામાં નાંદોદ અને દેડિયાપાડા તાલુકામાં યાત્રા ભ્રમણ કરી રહી છે.  આ યાત્રાનો સમય દરરોજ સવારે 11 વાગ્યે અને બપોરે ત્રણ કલાકે રહેશે. નાંદોદ તાલુકામાં તા. 21-11-23 ના રોજ પોઇચા અને નરખડી ગામ, તા. 22-11-23 ના રોજ કોઠારા અને જેસલપોર ગામ, તા. 23-11-23 ના રોજ રસેલા અને ધાનપોર ગામ, તા. 24-11-23 ના રોજ તોરણા અને અણીજરા ગામ, તા.25-11-23 ના રોજ ભદામ અને ચિત્રાવાડી ગામ, તા. 26-11-23 ના રોજ ભચરવાડા અને હજરપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જ્યારે બાહુલ આદિવાસી વસતિ ધરાવતા દેડિયાપાડા તાલુકામાં તા. 21-11-23 ના રોજ પાનુડા અને ભાટપુર ગામ, તા. 22-11-23 ના રોજ બાબદા અને વાઢવા ગામ, તા. 23-11-23 ના રોજ પાટડી અને રેલ્વા (સાબુટી) ગામ, તા. 24-11-23 ના રોજ નાની બેડવાણ અને ભરાડા ગામ, તા. 25-11-23 ના રોજ દેડીયાપાડા અને મોરજડી (સુકવાલ) ગામ, તા. 26-11-23 ના રોજ કેવડી અને આંબાવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે.

આ યાત્રા નાંદોદ તાલુકામાં ૧૫ નવેમ્બરથી તા. 18 ડિસેમ્બર 2023 સુધી ફરશે જ્યારે દેડિયાપાડા તાલુકામાં ૧૫ નવેમબરથી 07 ડિસેમ્બર યાત્રા ગામેગામ ફરીને જાગૃતિ સંદેશો પ્રસરાવશે. રથ આપના ગામે આવે ત્યારે સ્વાગત સત્કાર અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કરી રહ્યા છે.