વાંસદા: આદિવાસી સમાજના આ બે યુવા ચહેરા એક છે ડોક્ટર શ્રી નિરવભાઈ પટેલ અને બીજા છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઇ વસાવા આ બંને એવા વ્યક્તિ છે કે જે પોતાની પ્રતિષ્ઠા એક ડોક્ટરની અને બીજા ધારાસભ્યની બંનેને કોઈ ખોટ નથી બંને પોતાની જીવનશૈલી વૈભવી રીતે બીજા જીવે છે એમ જીવી શકે છે પણ આ બંને યુવા આગેવાનને પોતાના સમાજની ચિંતા છે.

ઉલ્લેખનીય છે કે પોતાના સમાજ ઉપર આવનારા દિવસોમાં જે ખતરો આવવાનો છે એની ચિંતા છે એટલા માટે આ બંને યુવા પોતાના સમાજને બચાવવા પોતાના સમાજને જાગૃત કરવા પોતાના વિસ્તારને બચાવવા માટે રોડ ઉપરની લડાઈઓ લડે છે સમાજ સાથે થતા અન્યાયો સામે અવાજ ઉઠાવે છે ત્યારે સત્તામાં બેઠેલા તાનાશાહી લોકોને આંખમાં કણીની જેમ ખુચે છે કારણ કે આ લોકો નવ યુવાનોને જે જાગૃત કરે છે એ રીતે જોતા આવનારા દિવસોમાં તાનાશાહીઓ સામે એક બુલંદ અવાજથી અંબાજીથી ઉમરગામ સુધી જાગૃતતા આવશે અને આ લોકોની સાણ અને સત્તા બંને ખૂંચવાઈ જશે એની બીક છે એનો ડર છે એટલા માટે આવા યુવા નેતૃત્વ ને એનકેન પ્રકારે ખોટી રીતે કેસો કરી ફસાવવામાં આવે છે ત્યારે દરેક ગુજરાતના યુવાનોએ આ વાતથી હજી જાગૃતતા લાવી બહાર આવવું પડશે

સમાજને નવા યુવાનો મળે અને નવા નેતૃત્વ ઊભા થાય એના માટે આહવાન કરીએ છીએ એક ચૈતરભાઇ કે એક નિરવભાઈના અવાજને તમે દબાવી દેશો તો ગુજરાતમાં આવા તો દરેક ઘર ચૈતરભાઈ અને નિરવભાઈ ઊભા થઈ ગયા છે એ આ તાનાશાહી લોકોને બતાવી દેવું પડશે… અમે તમામ નવયુવાનો વડીલો ભાઈઓ અને બહેનો આપ બંને યુવા નેતૃત્વ ને દિલથી નવા વર્ષ અને દિવાળીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે