વલસાડ: વલસાડના ચણવઈ ગામના વાડી ફળિયા અને આમલ ફળિયાના આદિવાસી નવ યુવાનોની ગામમા દર વર્ષને જેમ ઘેરીયા નૃત્ય કરી દિવાળીની ઉજવણી કરતાં આવ્યા છે ત્યારે આ વર્ષ પણ તેઓ દ્વારા સમાજના પરંપરાગત નૃત્ય ઘેરિયાને જીવંત રાખવા ઘેર રમી હતી.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વલસાડના ચણવઈ ગામના વાડી ફળિયા અને આમલ ફળિયાના ઘેરિયા મંડળીઓ પારંપારિક ગીતો સાથે ઘેર રમી હતી. સ્થાનિક મંડળીના વડીલનું કહેવું છે કે આદિવાસી સમાજ શિક્ષિત બનતા આધુનિકતાના વમળમાં આદિવાસી યુવાનો પોતાના લોક નૃત્યથી વિમુખ ન થાય એ હેતૂથી અમે અમારા ગામના યુવાનો સાથે ઘેર રમીને દિવાળીની ઉજવણી કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને તેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલી અનેક લોકવાયકાઓમાં જોવા મળતી હોય છે જેમાં ઘેરિયા નૃત્ય પણ એક સાંસ્કૃતિક પરંપરાનો ભાગ જ છે. જેમાં પુરુષો આદિવાસી સમાજના મલ્લિ માતાજીના આશીર્વાદ સાથે અર્ધ નારેશ્વર રૂપ ધારણ કરી ઘેર રમે છે.

