તાપી: તહેવારોની આ મોસમમાં તાપી જિલ્લાના નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે, 108 ઈમરજન્સી સેવાઓ દિવાળી દરમિયાન બની શકે તેવી વધારાની કોઇ પણ કટોકટીને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
108 એમ્બ્યુલન્સ સેવાઓ ઇમરજન્સી કોલ્સનો ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે હોટસ્પોટ સ્થાનો પર ગતિશીલ રીતે તૈનાત કરવામાં આવશે. વધુમાં, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સમર્પિત કર્મચારીઓ સાથે ગતિશીલ રીતે કાર્ય કરશે જેથી ઇમરજન્સી કૉલ્સને ઝડપી પ્રતિસાદ મળે અને એમ્બ્યુલન્સને તત્કાલિક રવાનગી કરી શકાય. તેઓ ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે મદદ માત્ર એક ફોન કૉલ દૂર છે.
વધુમાં, 108ના સમર્પિત ફિલ્ડ સુપરવાઇઝરી ટીમ સમગ્ર દિવાળીના દિવસોમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે જેથી કરીને હોસ્પિટલમાં સરળ હેન્ડઓવર થાય અને કટોકટીના સમયમાં ઝડપી પ્રતિસાદની સુવિધા મલી રહે. 108ની સેવા જરૂરિયાતમંદોને સમયસર સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. દિવાળીના તહેવાર દરમિયાન કોઇ પણ આકસ્મિક ઘટના બનવાની શક્યતા સામે તાપી જિલ્લામાં 15 એમ્બ્યુલન્સ સાથે તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી તથા તહેવારોમાં પણ પોતાના ઘર પરિવારથી દુર રહી 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે રેહશે

