પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: ગતરોજ દિવાળીના ખુશીના પર્વ પર લોકો રંગોળી પૂરી દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે વાંસદાના બારતાડ- ઉનાઈ ગામમાં GJ-19-AR-1462 નંબરનું સ્પ્લેન્ડર બાઇક સ્લીપ થઇ જતાં ઘટના સ્થળ પર જ બાઈક ચાલકનું મોત થયાની ઘટના બનવા પામી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદાના બારતાડ-ઉનાઈ નિશાળ ફળિયા સ્કૂલ સામે રહેતા અક્ષય પ્રવિણભાઈ નાયકા પોતાની GJ-19-AR-1462 નંબરની સ્પ્લેન્ડર બાઇક લઈને પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે જી રહ્યો હતો ત્યારે તેની બાઈક સ્લીપ મારી જતાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ સારવાર મળે તે પહેલાં જ મોત થઇ ગયું હતું.

આ આકસ્મિક મોતની ઘટના વિષે વાંસદા પોલીસને જાણ થતા જ વાંસદા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કેસની તપાસ PSI એમ.ડી.ગામિત કરી રહ્યા છે. યુવાનના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.