ધરમપુર: આજરોજ ધરમપુરમાં સવારે 10:30 વાગ્યા બિરાસા બ્રિગેડગ્રૂપ ધરમપુર અને આવધા, રાજપુરી, ગોરખડા તથા ધરમપુર આદિવાસી યુવા ગ્રૂપ દ્વારા આયોજિત ” બિરસા મુંડા જન્મ જયંતિના નિમિત્તે” ,’આદિવાસી એકતા જન જાગૃતિ રથ ‘નું, પ્રસ્થાન બીરસા મુંડા ચોક આસુરા, ધરમપુર થી જન નાયક, ધરતી આબા ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાને હાર પહેરાવી આદિવાસી એકતા જન જાગૃતિ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ આ રથ સતત છ દિવસ સુધી ધરમપુર તાલુકા પૂર્વ વિસ્તારના તમામ ગામોના મુખ્ય મથકો પર જશે અને રથ મુખ્ય મથક પર જઈ આદિવાસીઓ ને, આદિવાસી સમાજ માં બિરસા મુંડા કોણ હતા ? આદિવાસી સંસકૃતિ શું ? આદિવાસીઓ માં અંધશ્રદ્ધા, શિક્ષણ, આરોગ્ય અને ધંધા રોજગાર અને નોકરી માં કેમ પાસાળ , વ્યશન મુક્તિ, જળ,જંગલ , જમીનનું રક્ષણ કરવુ જોઈએ, ભારત ના બંધારણ માં આવેલ હક્કો-અધિકારો વિશે જન જાગૃતિ ની માહિતી આપવામાં આવશે. તેમજ બિરસા મુંડાએ આદિવાસી લોકોને આપેલ સંદેશો, આપવામાં આવશે. જેમકે
વ્યસન છોડો , ડાકણ અને અંધશ્રદ્ધા માં ન માનો .
કીડીની જેમ સાથે ચાલવું અંદર-અંદર ઝગડા કરવા નહી.
ગૌરવપૂર્ણ અને માન-સન્માન સાથે પરંપરા પ્રમાણે જીવન જીવવું. પ્રકૃતિ ખેતી સમૂહમાં કરવી, અન્યાય સામે લડવું.
આદિવાસી આદિવાસી માં ઝગડા નહિ કરવા. ઝગડા નું સમાધાન સમાજની સાથે બેસી ગામમાંજ કરવું.
જાતિ છોડો સમાજ જોડો. આવનાર પેઢી માટે એક થાવો.
પક્ષ છોડો સમાજ જોડો. આવનાર પેઢી માટે એક થાવો.
પ્રકૃતિ એજ ભગવાન અને ભગવાન એ જ પ્રકૃત્તિ.

આ રથના પ્રસ્થાન પ્રસંગે આદિવાસી સમાજ ના ખુબજ મોટી સંખ્યામા આગેવાનો હાજર રહ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ 15 નવેમ્બર 2023 ને બુધવારના દિને સાંજે 7:00 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક જાગૃતિની માહા સભા આ રથનું સમાપન થશે.