નવસારી: ગુજરાત રાજ્યોમાં ગૌચર જમીનો ઉપર દબાણ થયેલા છે. અને કેટલાક ગૌચરો ઉધોગપતિઓ કે સત્તાધારીઓના મળતીયાઓને પાણીના મુલે વેચાતી આપી દેવામાં આવેલ છે. જેથી પશુઓને ગાય અને ગોવંશને ઘાસ ચારો મળતો બંધ થયેલ છે. જેથી પશુપાલકો તેના દુધાળા પશુઓ ગાય અને ગોવંશને રસ્તે રઝળતા છોડી મૂકવા મજબૂર બનેલ છે.
ઉલ્લેખનીય છે કે કેટલીક ગાયો અને ગોવંશ એકસીડન્ટ અને અત્યાચાર અને રોગોના ભોગ બને છે. ગાયોને રાખવા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી. જેથી ગાય કે ગોવંશ આખલા કે ખૂટીયા ગામ કે શહેરમાં ઉત્પાત મચાવે છે અને કેટલાક નિર્દોષ લોકો મોતને ભેટે છે કે ઈજા પામે છે અને દોષનો ટોપલો પશુપાલકો અને માલધારી ઉપર આવે છે. પશુપાલકોને પાલતુ ગાય છોડવી ગમતી નથી પરંતુ મજબૂરીથી છોડી મૂકવી પડે છે. જેનું કારણ ગૌચરમાં થયેલ દબાણના કારણે ગૌચર બચેલા નથી અને ગાયો ગૌચરના અભાવે રસ્તે રઝળતી ફરે છે. જે ખુબ જ દુઃખદ છે. ગાયોના મસીહા બનવા કરતાં હમદર્દ બનવું ખૂબ જ જરૂરી છે. અને સરકાર દરેક ગામ કે શહેરના ગૌચરોના દબાણો દુર કરે અને ગૌચરમાં થતાં બાંધકામ અટકાવે અને ગૌચરને વેંચાણ થતું અટકાવવામાં આવે તે જરૂરી છે. વિકાસ કમિશનરની કચેરી ગુજરાત રાજ્યના પરીપત્ર નં. ક્રમાંક વિકાસન/ પંચાયત દબાણ/ યુ. પં./ 1650/ 19, તા 10/10/2019 ના પરીપત્રનો અમલ કરાવવો જરૂરી છે.
ચુકાદાઓ મુજબ સરકારે ગૌચરો ખુલ્લા કરાવી રિપોર્ટ કરવાનો છે. તેમ છતાં ગૌચર ખુલ્લા કરવાનું કામ કોઈ જ સરકાર કરતી નથી માત્ર વોટબેંક સાચવીને બેઠી છે. ખરા અર્થમાં ગૌસેવા કરવા માટે ગૌચર ખુલ્લા કરાવવા જરૂરી છે. અને નવા ગૌચર નીમ કરવા પણ જરૂરી છે. જેથી અમારી માંગણી છે કે, ગુજરાત સરકાર તાત્કાલીક દરેક ગામે અને શહેરમાં ગૌચર ખુલ્લા કરાવે અને ગાય અને ગોવંશ જેવા પશુઓ માટે ઘાસચારા અને પશુઓને પોષણ અને રહેઠાણ માટે વ્યવસ્થા કરવા વિનમ્ર વિનંતી કરી. અમારી માંગણી આપ સાહેબ મારફતે મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબશ્રી અને મહામહિમ ગુજરાત રાજયપાલ સાહેબશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબશ્રીને પહોંચાડવા વિનંતી કરવામાં આવી છે.