ડેડીયાપાડા: અંબાજી થી ઉમરગામ સુધી ચર્ચાનો ચકચાર મચાવી રહેલો ચૈતર વસાવા પર વન વિભાગ દ્વારા કરવામાં આવેલી ખોટી પોલીસ ફરિયાદનો મુદ્દોને લઈને આમ આદમી પાર્ટીના વિવિધ નેતાઓ ઘટના સ્થળની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે હાલમાં જ ગોપાલ ઈટાલીયાએ એક નિવેદન આપ્યું છે જેને લઈને આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાના હાથમાં લોકસભાનું લેટર પેડ આવવું જોઈએ. કોઈએ કોઈ માથાકૂટમાં પડવું નહીં. મોટા મોટા લઠા કાંડ થાય ત્યાં કોઈ કાર્યવાહી નહીં થઈ. જ્યારે અહિયાં ચૈતર વસાવાનું નામ આવતા જ પોલીસ દોડી આવી છે. ગુજરાતના ગામે ગામ ચૈતર વસાવા સાથે થયેલ અન્યાયની વાત લોકો સુધી પહોંચાડવા લોકોને કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે આપણે આ ઘટનાને લઈને ઉશ્કેરાવવાની કોઈ જરૂર નથી.. ચૈતરભાઈને સાંસદ બની જવા દો આ બધી તોપો બધી આપોઆપ હવાઈ જશે.. આ ઉપરાંત ‘આપ’ના કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી મહત્વની સૂચનાઓની આપલે કરી હતી.

