ધરમપુર: ગામનો પ્રથમ નાગરિક એટલે ગામનો સરપંચ અને ગ્રામ વિકાસના કાર્યોથી ગામને “QUALITY VILLAGE” બનાવવું હોય તો તે સરપંચ જ પોતાના ગ્રામજનોને લઈને કરી શકે તેથી આ ઉદ્દેશ સાર્થક કરવા વલસાડના ધરમપુર તાલુકામાં 100 સરપંચોને એક સ્ટેજ અર લાવી ‘સરપંચ સંવાદ’નું આયોઅજ થયું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકામાં ગુજરાતમાં પ્રથમ વખત 100 થી વધુ સરપંચો માટે ધરમપુરમાં “સરપંચ સંવાદ” કાર્યક્રમ જિલ્લા પ્રમુખ મનહરભાઈની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ સરપંચોએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લઇ પોતાના ગામને  “QUALITY VILLAGE” ના હકારાત્મક અભિગમ સાથે પ્રયત્નશીલ બનવા નેમ લીધી હતી

આ પ્રસંગે ડો. હેમંત પટેલ, QCI ના શ્રી હિમાંશુભાઈ, શ્રી સુરેશભાઈ છંગા, QCI ટીમ, ડો ભૈરવીબેન, હેતલબેન, સમાજ સેવી નવીન ભાઈ, ગણેશભાઈ, ધરમપુર સરપંચ સંઘના પ્રમુખ-વિનોદભાઈ, વલસાડ સરપંચ સંઘના પ્રમુખ-વિનોદ ભાઈ, કેયુરભાઈ, મિકાભાઈ તથા મારા મિત્ર, સ્નેહિલ દેસાઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.