સોનગઢ: આજરોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુભ ગામીત દ્વારા આયોજીત તાપી જિલ્લા આદિવાસી સમાજની 3જી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકનેતા અનંત પટેલની હાજરીએ કાર્યક્રમને શોભાયમાન બનાવીએ છીએ.

જુઓ વિડીયો..

રાષ્ટ્રીય ગીત સાથે શરુ થયેલી આ ટુનાર્મેન્ટમાં ભાગ લઇ રહેલી 34 ટીમોના કેપ્ટનોને ભારત દેશનું બધાંરણ આપવામાં આવ્યું હતું જે દેશની પહેલી ટુર્નામેન્ટમાં આ પ્રકારની કાર્ય થયું હોવાનું કહેવાય રહ્યું છે. અને સાથે દરેક ટીમ મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડીઓને ક્રાંતિકારી બિરસામુંડાની પ્રતિમાં આપવામાં આવનાર છે

આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા અને વ્યારા સુમુલ ડેરી ડિરેક્ટર શ્રી સિધ્ધાર્થભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ રેહાના બેન, બોબીનભાઈ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ઉર્મિલાબેન, કમળાબેન, કુંજલતાબેન, વ્યારા નગરપાલિકા કોર્પોરેટરશ્રી જોનીલ ગામીત, નીતુભાઈ ડોસવાડા, સામાજિક આગેવાન દમયંતી બેન, યુથના સાથી મિત્રો મધુર ગામીત, હેબરુન ગામીત, સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા.