વલસાડ: પુસ્તક પરબ વલસાડનો આ 21મો મણકો 2 જાહેર જગ્યાએ નિયમિત રીતે યોજાયો. સર્કિટ હાઉસની સામે ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા એસ. ટી. વર્કશોપની સામેની તરફ ક્રોમા નજીક ટ્રેન્ડ્સ પાસે ફૂટપાથ પર એમ બે સ્થળે પુસ્તક પરબ રવિવારે 7:30 થી 9:30 સમય દરમ્યાન યોજાઈ.

Decision News ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્તક વાંચનારાઓને પુસ્તકો મળી રહ્યા છે. આ રવિવારે 128 પુસ્તકો વાચકો લઈ ગયા. પુસ્તક પરબની મુલાકાત લગભગ 135 થી વધુ  વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી.

આ પ્રસંગે ડૉ. આશા ગોહિલ , હાર્દિક પટેલ , અર્ચના ચૌહાણ, દેવરાજ બાપા , જયંતીભાઈ મિસ્ત્રી દ્વારા આયોજિત થયો હતો. સુનિતા ઢીમર, શિલ્પા દોડીયા, સૌરભભાઈ, દિલીપભાઈ દેસાઇ, દોલતભાઈ દેસાઈ, અમરતભાઈ રાણા, પ્રકાશભાઈ તથા વલસાડ આર્ટ્સ કૉલેજની M.A ની વિદ્યાર્થિની તેજલ અને રાધિકાબેન ઉપસ્થિત રહ્યા હતા