ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં સેવા, શિક્ષણ અને શાળાના બાળકો માટે ચિંતા કરતા મુંબઈ ઘાટકોપર નિવાસી દાતા શ્રી બીજલબેન જગડ દ્વારા જંગલ કામદાર મંડળી દ્વારા સંચાલિત છાત્રાલયમાં કરાયું અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી જાણકરી પ્રમાણે સેવા, શિક્ષણ અને શાળાના બાળકો માટે ચિંતા કરતા મુંબઈ ઘાટકોપર નિવાસી દાતા શ્રી બીજલબેન જગડ દ્વારા ધરમપુર તાલુકામાં આવેલ જંગલ કામદાર મંડળી દ્વારા સંચાલિત આદર્શ છાત્રાલયના બાળકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ છાત્રાલયના બાળકોને અગાઉ પણ અનાજની કિટની મદદ દાતા દ્વારા કરવામાં આવી હતી.

આદિવાસી સમાજના બાળકો ભણીને આગળ વધે એ હેતુ માટે બીજલબેન જગડ દ્વારા હંમેશા ધરમપુર વિસ્તારમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ અવિરત ચાલુ જ હોય છે, બાળકોને યુનિફોર્મ, શૈક્ષણિક કીટ સહિતની વસ્તુઓની મદદ કરતા હોય છે.