નવસારી: ગતરોજ મૂળ મહારાષ્ટ્રથી ગુજરાતમાં બસ દ્વારા આવી નવસારીના ચીખલી અને અન્ય જિલ્લામાં બાઈક ચોરી મહારાષ્ટ્રમાં જઈ અંતરિયાળ ગામોમાં ગેરેજવાળાને ઓછી કિંમતે વેચનાર આરોપીને પોલીસ બાતમીના આધારે અટક કરી હતી. આરોપીએ જેમને બાઈક વેચી તેમને પણ ઝડપી 10 બાઈક ચોરીના ગુના ડીટેકટ કર્યા હતા.
Decision news ને મળેલી વિગત અનુસાર ચીખલીના બી.એમ. ચૌધરીને ડીએસપીની સૂચના મળતાં ચોરીનો ગુનો ડીટેકટ કરવા સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા અ.હે.કો. અલ્પેશભાઈ નવનીતભાઈ, મહેન્દ્રભાઈ નેભાભાઈ અને સ્ટાફ ચીખલી વિસ્તારમાં લાગેલા અલગ અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી કુનેહપૂર્વક એનાલિસિસ કરી બાઈકની ચોરી કરી જતો અજાણ્યો ઈસમની સીસીટીવી ફૂટેજ ના આધારે ફોલો કરતા બાઈકની ચોરી કરી કર્યા ની જાણ થતાં પોલીસે બાઈક ચોર શશીકાંત ઉર્ફે અપ્પા દોધુ સોનવણે (ઉ.વ.49, રહે. કલવણ, તા. કલવણ, જી. નાશિક) ની અટક કરી હતી.
આરોપી ચોરેલી બાઈક ગેરેજવાળાને પધરાવતો આરોપી શશીકાંત સોનવણે બાઈકની ચોરી કરી મહારાષ્ટ્રના કલવણ ગામે ઓટો ગેરેજ ચલાવનાર મનોહર ઉર્ફે ગોવિંદ પ્રકાશભાઈ સાતવ અને સઈદભાઈ ઉર્ફે મુન્ના પીરમોહમદ શેખને વેંચી દેતો હોવાની હકીકત જણાય આવતા આરોપીઓ પાસેથી 10 બાઈક રૂ. 1.81 લાખ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

