વાંસદા: ગતરોજ ઉનાઈમાં આવેલ શાળામાં વાંસદા તાલુકાના તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કેટલીક શાળાના બાળકોને ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ ભરીને લવાયા હોવાનું જાણવા મળ્યું છે

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર વાંસદા તાલુકાનો તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉનાઈ પંથકની શાળામાં યોજાયો હતો. આ મેળાનું પ્રદર્શન નિહાળવા માટે તાલુકાની કેટલીક શાળાના વિદ્યાર્થીઓ આવ્યા હતા પરંતુ કેટલીક શાળાના વિદ્યાર્થીઓની સલામતીની કોઈ પરવા જ નહીં હોય એમ ટેમ્પોમાં લઇને આવ્યા હતા. ગંભીર ઘટના બાદ પણ કેટલીક શાળાના આચાર્યો સુધરવાનું નામ નથી લેતા હોવાનું જણાય રહ્યું છે.

ત્યારે બાળકોની સલામતી સામે સવાલો ઉભા થવાની સાથે તંત્રના લાપરવાહીની પ્રતીતિ થઇ હતી. આવી ગંભીર બેદરકારી કરનાર આચાર્યો કે તંત્રના અધિકારીઓ કોઈ કારણસર દુર્ઘટના સર્જાય તો જવાબદારી લેશે ખરા ?