નર્મદા: ડેડિયાપાડા થી સાગબારા જતાં રસ્તા પર મસમોટો ખાડો થઈ ગયો છે જેને લઈને ગતરોજ વાહન ચાલકો ખાડામાં પટકાતા અકસ્માત સર્જાય છે. રસ્તામાં પડેલ ખાડા અને રોડની મરામત કરવા લોકોની માંગ ઉઠી છે.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ડેડીયાપાડા તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે ભારત સેવા આશ્રમ જલારા મંદિર પાસે ચોમાસા દરમિયાન જે ખાડાઓનું સામ્રાજ્ય થઇ ગયું છે. જેમાં નેશનલ ઓથોરિટી દ્વારા ડામર પેજ કામ હજુ સુધી કરવાંમાં આવ્યું નથી. જેના કારણે ડેડીયાપાડા વિસ્તારના સ્થાનિક ગામ મેડ્યાસાગના રહીશ બજાર થી ખરીદી કરીને પોતાના ઘરે પોતાનું ઍક્ટિવા ગાડી પર સવારી હતા ત્યારે ભારત સેવા આશ્રમ પાસે રસ્તા પર ખાડામાં ગાડી પડતા મોડાના ભાગ પર ભારે ઈજા પહોંચી હતી અને લોહી લુહાણ થયા હતા જેમને ૧૦૮ ના માધ્યમથી નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર પોહચડવા આવ્યું હતું
સારવાર માટે અજુ સવાલ એ થાય છે કે હજુ આ તંત્ર કેટલા લોકોના જીવન સાથે ખિલવાડ કરશે શાળા કોલેજ જતા બાળકો અધિકારીઓ વિદ્યાર્થીઓ યુવાઓ અવારનવાર આ રસ્તા પરથી પસાર થાય છે અને છેલ્લા કેટલાક સમયથી ડેડીયાપાડા થી સાગબારા રસ્તો હાલતમાં છે.

