વાંસદા: નવસારીના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલ પર ધરમપુરના કરંજવેરી ગામમાં આછવણીના કાંતિભાઈ દ્વારા ઝેરી દવા પી ને કરાયેલા આપઘાતને લઈને જે આપઘાત દુષ્પ્રેરણા રાજકીય દબાણથી થયેલી પાયાવિહાણા ફરિયાદને લઈને. વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો.
પત્રમાં જાણવામાં આવ્યું કે નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવભાઈ પટેલ જેઓ ગોલ્ડ મેડાલીસ્ટ જનરલ સર્જન સાથેજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વલસાડ ના પ્રમુખ છે તેમજ ખેરગામ ખાતે છાંયડો હોસ્પિટલ માં સંચાલક છે જેઓ વર્ષો થી સમાજ સેવા ના કાર્યો કરતા આવ્યા છે સમગ્ર વિસ્તારમાં આદિવાસી સમાજ ના પ્રતિષ્ઠિત વ્યક્તિ ડોકટર છે એઓ કોઈપણ વ્યક્તિ ને આપઘાત માટે દુષ્પ્રેરણા આપે એ પ્રકારનું કૃત્ય કરે એ કોઈપણ રીતે માની શકાય એમ નથી.
ડો નિરવભાઈ આ પ્રકારના તબીબ છે જેઓના શિરે કોઈપણ ગંભીર દર્દીને અંતિમ તબક્કે બચાવવાની નૈતિક જવાબદારી હોઇ છે એ નિભાવે છે. આ તબીબ પર કલમ 154 હેઠળ એફ.આર.આઈ.નંબર 118200423060/2023 પોલીસ સ્ટેશન, ખેરગામ નોંધાઈ છે જે તદ્દન પાયાવગર ની અને રાજકીય દબાણ હેઠળની હોવાનું જણાય છે, જેથી આપ સાહેબ ને નમ્ર વિનંતી કે સદર બાબત ને ગંભીરતા પૂર્વક લઇ તટસ્થાથી તપાસ કરવામાં આવે અને સત્ય હકીકત બહાર લાવવામાં આવે એવી અપેક્ષા સહ વિનંતી છે.

