ડાંગ: ગતરોજ વઘઈ નેશનલ હાઇવે ઉપર સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં આઇશર અને ઇકો વચ્ચે અકસ્માત  સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલીં વિગત અનુસાર સાપુતારાના માલેગાવ ધાટ માર્ગમાં ગતરોજ સવારે સાત વાગ્યાના સુમારે એક પરિવાર અમદાવાદથી શિરડી તરફ જઈ રહ્યો ત્યારે મહારાષ્ટ્રમાંથી સાપુતારા થઈ ઘાટ ઉતરતી વખતે તળેટીમાં આવેલા માલેગામના ફોરેસ્ટ નાકા નજીકના વળાંક પાસે આઇશર ટેમ્પાના ચાલકે સામેથી ઘાટ ચઢી રહેલી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કાર ફંગોળાઈને નજીક આવેલી સંરક્ષણ દીવાલ ઉપર લટકી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય છ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ ધટનાની સાપુતારા પોલીસને જાણ થતાજ ધટના સ્થળે પોહચી અકસ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક મહિનામાં આ વળાંકમાં ત્રણથી ચાર જેટલા અકસ્માતો થયા છે અને તે સીલસીલો હાલ ચાલુ જ છે. ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા વળાંક નજીક અકસ્માત ઝોન જાહેર કરી અકસ્માત રોકવાના પ્રયાસો કરવા અનિવાર્ય છે.