બિલીમોરા:  બિલીમોરા આઈ.ટી.આઈ. દ્વારા વર્ષ જુલાઇ-૨૦૨૩ માં ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થામાં કારીગર તાલીમ યોજના હેઠળ ચાલતાં વિવિધ 7 સેક્ટરનાં કુલ 23 ટ્રેડમાંથી 1358 જેટલાં પદવીધારકો, જેમાં ઈ લેક્ટ્રિકલ ગ્રુપના 170, મિકેનિકલ ગ્રુપના ૪૪૭, કેમિકલ ગ્રુપના 203, કોમ્પ્યુટર ગ્રુપના 270, ઓટોમોબાઈલ ગ્રુપના 135, સિવિલ ગ્રુપના ૫૨ તથા ગારમેંટ ગ્રુપના 81 તાલીમાર્થીઓને નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ સાહસિક ઉધ્યોગવીરોના હસ્તે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે ATUL LTD., WAAREE ENERGIES LTD. , GOLDI SUN PVT.LTD., CEBON APPAREL PVT LTD., BIPICO IND. (TOOLS) PVT.LTD., ACEY ENGINEERING PVT.LTD., NHB BALL & ROLLER LTD. તથા HLE GLASSCOAT LTD. જેવી પ્રતિસ્થિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતાં.

સંસ્થાના આચાર્ય શ્રી પી. એસ. પટેલ દ્વારા સર્વ તાલિમાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી, આ સંસ્થા પુરા ભારતવર્ષની સૌથી મોટી આઈ.ટી.આઈ. અને સૌથી શ્રેષ્ઠ પૈકીની એક છે. જે નવસારી જિલ્લાના ગૌરવસમાન છે તેમજ આ સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ વિવિધ સિધ્ધિઓ જેવી કે બેસ્ટ આઇ.ટી.આઈ. એવોર્ડ, સંસ્થાનું ઉચ્ચ DGET ગ્રેડિંગ (8.4 આઉટ ઓફ 10), 105 % એપ્રેન્ટીસ લક્ષ્યાંક સિધ્ધી, 100 થી વધુ કંપનીઓ સાથે MOU, 70 % થી વધુ પ્લેસમેન્ટ સિધ્ધિ વદલ સંસ્થા સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.

સમારોહના ચિફ ગેસ્ટ ATUL LTD. ના VICE PRECIDENT શ્રી કે.એમ.દેસાઈએ પોતાના ૫૨ વર્ષની કેરીઅરના અનુભવના આધારે તાલીમાર્થીઓને રોજરોજ કંઈક નવું શિખવું અને સતત એનાલીસીસ કરતા રહેવું જે તમને કેરીઅર ગ્રોથમાં ખુબ જ મદદરૂપ સાબિત થશે એવું જણાવ્યું.