ભરૂચ: ગતરોજ ભરૂચના રાયલી પ્રેસ કમ્પાઉન્ડ ફલશ્રુતિ નગરમાં રહેતા 3-4 આદિવાસી પરિવારો પર પારસી કોમના વ્યક્તિએ ભાડુતી માણસો બોલાવી પાવડા, ત્રિકમ, અન્ય હથિયારોથી હુમલો કરાવી તેમના મકાનો તોડી પાડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ આદિવાસી પરિવારો જે જમીન પર પોતાના ઘર બાંધી પરિવાર સાથે રહે છે તે વિવાદાસ્પદ જમીન છે જેનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે તેનો કોઈ નિર્ણય હજુ સુધી આવ્યો નથી ત્યારે તેનો બીજા પક્ષકાર પારસી છે જેણે પોતાના રુપિયા તથા ઉપરની ઓળખાણનો પાવર બતાવીને ગરીબ આદિવાસી પરિવારોને ભાડુતી માણસો લાવી પાવડા, ત્રિકમ, વડે ઘર વિહોણા કરવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં આદિવાસી મહિલાઓ અને બાળકો જાતિ વિષયક અપશબ્દો બોલી ને જાન થી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ આદિવાસી લોકોનું એવું કહેવું છે કે આ હુમલાના પુરાવા તરીકે કેટલાંક વિડીયો પણ ઉતાર્યા હતા પણ પોતાની સત્તાના ઉપયોગથી પોલીસ દ્વારા ડિલિટ કરાવી દીધા હતા. આ ઘટનાને લઈને આદિવાસી આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભારે છે એ તો આવનારો સમય જ બતાવશે.