ચીખલી: થોડા દિવસ પહેલાં ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં એક કુદરતે હાજતે ગયેલી છાયાબેન નામની યુવતી પર એક દીપડાએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી જેને લઈને સરકાર દ્વારા તેમના પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલી સાદકપોર ગામના પહાડ ફળિયામાં રહેતા છાયાબેનના દીપડા દ્વારા કરાયેલા મારણને લઈને તેમના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 5 લાખનો સહાય ચેક ગતરોજ રાત્રી દરમિયાન નવસારી જિલ્લાના ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહના હસ્તે ગ્રામજનોની હાજરીમાં આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નવસારી જિલ્લાના ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહની સાથે ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઇ પટેલ ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા DFO નિશાબેન રાજદ્વારે તથા ગામના સરપંચ તથા લોકો ઉપસ્થિત હતા.