વાંસદા: ગતરોજ સાંજના સમયે વાંસદા તાલુકામાં હાઈવે નંબર 56 પર રવાણીયા ગામમાં આવેલા વળાંક પાસે MH-02-BM-5776 નંબર દારૂથી ભરેલી i 20 કારનો અકસ્માત થયાની ઘટના બનવા પામી હતી જેમાં કાર ચાલક તકનો ફાયદો ઉઠાવી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો.
Decision Newsએ ઘટના સ્થળ પર લીધેલી મુલાકાત દરમિયાન લોકોએ જણાવ્યું કે હાઈવે નંબર 56 પર ઓવર સ્પીડમાં વાંસદાના રવાણીયા ગામમાં આવેલા વળાંક પાસેથી પસાર થયેલી દારૂથી ભરેલી MH-02-BM-5776 નંબરની i 20 કારનો અકસ્માત થયો હતો. આ વિશેની ખબર મળતાં જ વાંસદા પોલીસ ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી પણ ત્યાં સુધીમાં કાર ચાલક ફરાર થઇ ચુક્યો હતો પણ કાર અને દારૂનો જથ્થો પોલીસે કબજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.
લોકોનું એવું કહેવું હતું કે જ્યારે પોલીસ કારનો કબજો લઇ વાંસદા પોલીસ સ્ટેશને કારને લઇ જી રહી હતી ત્યારે તેની પાછળની નંબર પ્લેટ ગાયબ હતી. જે શંકાસ્પદ છે. પોલીસે કેટલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને કાર ચાલક ક્યાંનો હતો તેની માહિતી હજુ સામે આવી નથી.

