ડેડીયાપાડા: હાલમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી) ની કામગીરી ચાલી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા ગામડાઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય તેવી ફરિયાદ ઉઠાવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના મોસદા, ગડ, ગીચડ સહિતના અનેક ગામોમાં  મનરેગાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી નિયમ પ્રમાણે ન થતી હોઈ અને કામગીરીમાં છબરડાઓ જોવા મળી રહ્યા છે. જેમા એજન્સી અને અધિકારીઓ દ્વારા અધૂરા કામ કરી ભષ્ટ્રાચાર કર્યો, હોય તેવા એધાણ વર્તાઈ રહ્યાં છે.

સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરે છે જેથી લોકોને ગામમાં રોજગારી મળી રહે અને ગામના કામો સારી રીતે થઈ શકે પરંતુ એજન્સી અને અધિકારીઓની મિલીભગત હોઈ તેવી રીતે ગામડા જૂના બનેલા રસ્તોઓમાં, માટી પુરાણની કામગીરી કર્યા વિના જ મેટલ પાથરી કામગીરી નિયમ પ્રમાણે ન કરતા અધૂરું કામ કરી ગ્રામ્ય વિસ્તારમાં ભષ્ટ્રાચાર થયો હોય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. સાથે જ અનેક જગ્યા ગામોમાં માનવ શ્રમને બદલે ટ્રેકટર લગાવવામાં આવ્યા છે જેથી લોકોને રોજગારીથી વંચિત રાખવામાં આવ્યા છે. આમ પોતાના મળતિયાઓના સાધનો દ્વારા થયાની લોકોની ફરિયાદ છે. તેથી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય તપાસ કરી જવાબદાર એજન્સી અને અધિકારીઓ પર કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.