ડેડીયાપાડા: ડેડીયાપાડા બજારમાં થોડા થોડા સમયે ગટર ઉઘરાવવાનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે છેલ્લા 10 દિવસથી ડેડીયાપાડા નેત્રંગ જતા રસ્તા પર લક્ષમ હોન્ડા શોરૂમની સામે ગટર ઉભરાય છે અને માથું ફાડી નાખે એવી ગંદકી દુર્ગંધ આવે છે તેમ છતાં તંત્ર આંખો બંધ અને કાનમાં ઠુંમડું નાખી બેઠું તમાશા જોઈ રહ્યું છે.
જુઓ વિડીયો..
Decision News એ ઘટના સ્થળ પર લીધેલી મુલાકાતમાં જોવા મળ્યું કે ગટરનું પાણી વહીને રસ્તા પર આવીને નદીએ થી સુધી રસ્તા પરથી વહીને જાય છે. આ રસ્તા પરથી વિદ્યાર્થીઓ સોસાયટીમાં રહેતા અધિકારીઓ અહીંયાથી અવાર-નવાર પસાર થાય છે. બાજુમાં હોસ્પિટલ આવેલ છે અને તંત્રએ કામ શરૂઆત કરેલી છે આ કામ છેલ્લા સાત દિવસથી ખાડો ખોદી ગયેલ છે જે કામ અધુરુ છોડી દીધું છે. હાલ ગંભીર જોખમ ઉભો થાય એવો ખાડો છે જે છેલ્લા સાત દિવસથી તે જ પરિસ્થિતિમાં છે જેના કારણે સાંઈ વાટીકા ડેડીયાપાડા સોસાયટીના રહીશો અને શાળાએ જતાં બાળકોને ખુબ જ પરેશાની ભોગવવી પડી રહી છે. સવાલ એ છે કે કોઈ બાળક આ ખોદેલા ખાડામાં પડી અકસ્માતનો ભોગ બને તો એનો જવાબદાર કોણ ?

