વાંસદા: આઝાદીના આટલા વર્ષોમાં બાદ માત્ર એક વખત પાકા રસ્તાનું જેવી માળખાકીય સુવિધાથી દર્શન કરનાર ભીનાર ગામના ડુંગરી ફળિયા લોકો હવે તંત્ર સામે સવાલ કરી રહ્યા છે કે ખડકાળા તરફ રસ્તો બિસ્માર હાલતમાં હોવાની અનેક રજુઆતો છતાં તંત્રનુ પેટનુ પાણી હાલતુ કેમ નથી.

જુઓ વીડિઓ

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ભીનાર ડુંગરી ફળિયાથી ખડકાળ। તરફ જતો 3 કીલોમીટર રસ્તો અત્યંત બીસ્માર હાલત આવી ગયો છે. આ માર્ગ બિસ્માર બન્યો હોવાને કારણે આ રસ્તે પસાર થતા વાહનચાલકોને અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 કિલોમીટર સુધીના રસ્તા પર વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું.

ગામના જ જીજ્ઞેશભાઇ જયેશભાઇ પટેલ નામના જાગૃત યુવાનનું કહેવું છે કે અહી ગામમાં જ્યારે પણ કોઇપણ ચુંટણી આવે છે ત્યારે ધણા મતના ભુખ્યા નેતાઓ એનકેન પ્રકારના વાયદાઓ કરી જાય છે.પણ ચુંટણી પત્યા પછી ફરી જોતા પણ નથી. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ આજ દિવસ સુધી રોડનું સમારકામ નહીં કરાતા હાલ રસ્તા પર પર ખાડાઓનું સામ્રાજ્ય બન્યું છે જે આ માર્ગે પસાર થતા લોકોને મોટી સમસ્યારૂપ બન્યું છે.