ચીખલી: આદિવાસી વિસ્તારોમાં આજકાલ દીપડાના હુમલોની ઘટના વધી રહી છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના સાદકપોર ગામના પહાડ ફળિયામાં 24 વર્ષીય યુવતી પર દીપડા દ્વારા હુમલો કરાતાં મહિલાનું મૃત્યુ થયાની દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News પોતાની શિકારની શોધમાં નીકળેલા દીપડાએ ગઈકાલે ચીખલીના સાદકપોર ગામની ફાળ ફળિયાની એક 24 વર્ષીય યુવતી પર  જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બનવા પામી હતી ત્યારે આજે સમગ્ર ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાદકપોર ગામના જીજ્ઞેશ એચ પટેલ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે ગામમાં હુમલાખોર દીપડો જ્યાં સુધી પાજરે ન પુરાઈ ત્યાં સુધી બાળકો, બહેનો, માતા, વડીલો સાંજે 6.30 પછી સાવચેતી રાખી પોતાને સલામત રાખવું જરૂરી છે.