કપરાડા: ગતરોજ કપરાડા એપીએમસી માર્કેટની યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં જાહેર થયેલા પરિણામોમાં કપરાડા APMC માંથી કોંગ્રેસની તળિયા ઝાટક સફાઈ થઈ છે. APMC ની તમામ 14 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ત્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા APMC ની કુલ 14 બેઠકોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાંથી વેપારી વર્ગની ચાર બેઠકો અગાઉથી જ ભાજપ સમર્થિત ઉમેદવારના પક્ષે બિનહરીફ જાહેર થઈ હતી. ખેડૂત વર્ગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ગયકાલે ચૂંટણી માટે 99% થી વધુ મતદાન થયું હતું. કુલ મતદારોમાંથી માત્ર એક મતદાર જ મતદાન કરી શક્યા ન હતા. બાકીના તમામ મતદારોએ મતદાન કર્યું હતું આજે APMC પરિસરમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં કપરાડા APMCમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા.

કપરાડાની તમામ 14 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. આમ લોકસભાની ચૂંટણી પહેલા જ કપરાડાનું આ પ્રકારનું વલસાડ જિલ્લામાં કોંગ્રેસનું પાણી મપાયું છે. હવે લોકસભામાં કોંગ્રેસનું પરિણામ કોઈ ચમત્કાર જીત અપાવી શકે એમ છે