ખેરગામ: એક દિવસ પહેલાં પાણીખડક સર્કલ પાસે આછવણીના મંગુભાઈની બાઈકને ઇનોવા કારના કાંતિભાઈ દ્વારા અડફેટે લેતાં ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી. ત્યારે ગતરોજ રાત્રી દરમિયાન કાંતિભાઈ દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી છે.
Decision News દ્વારા સ્થળ પર કરાયેલા રીપોર્ટીંગ અનુસાર પાણીખડક સર્કલ પાસે આછવણીના મંગુભાઈની બાઈકને ઇનોવા કારના કાંતિભાઈ દ્વારા અડફેટે લેતાં ગંભીર અકસ્માત થયો હતો જેને લઈને સર્કલ પર લોકોએ ચક્કાજામ કરી દીધો હતો અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને કાંતિભાઈ ઘટના સ્થળ પરથી નાસી ગયા હતા અને ઘટનાની જાણ થતા જ ખેરગામ પોલીસ પણ આવી ગઈ હતી અને ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળ પર હાજર સ્થાનિક લોકોનો એવો આક્ષેપ હતો કે આ અકસ્માત એક મંગુભાઇને કાર નીચે કચડીને મારી નાખવાનું કાવતરું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા મંગુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ ઘટનાને લઈને ભેગા થયેલા લોકો અને આદિવાસી આગેવાનોએ કાંતિભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જેને લઈને પોલીસ કાંતિભાઈની શોધખોળ કરી રહી હતી.
ત્યાર બાદ ગતરોજ તારી દરમિયાન કાંતિભાઈ દ્વારા ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની ઘટના બહાર આવતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ આપઘાતને લઈને અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે. આ ઘટનામાં ખેરગામ પોલીસને પણ જવાબદાર કેટલાંક લોકો ઠેરવી રહ્યા છે કેમ કે કાંતિભાઈ ના વિરોધમાં લગભગ 20 વધુ દિવસ પહેલા ફરિયાદ આપવામાં આવી હતી પણ પોલીસની ગોકળગાય ગતિએ કામ કરવાના લઈને તેને કેદ કરી શક્યા નહિ અને એ બહાર રહ્યો અને તેણે આ આગલું ભર્યું જો તે કેદ હોત તો આ ઘટના બનવા ન પામત.. કાંતિભાઈ ઘર છોડી કરજવેરીમાં દવા કેમ પીધી.. ઘણાં લોકો માને છે કે આ હત્યા છે. જયારે અમુક લોકોનું એવું કહેવું છે કે અકસ્માત કર્યાના બદનામીના કારણે આ પગલું ભર્યું હશે ? અમુકનું એક કહેવું છે કે આ ઘટનામાં રાજકીય પ્રેસર ઉભું થયું અને કાંતિભાઈને આ પગલું ભરવા મજબુર કરવામાં આવ્યો હોય શકે ? જયારે આ ઘટનામાં અમુક લોકો માને છે કે કાંતિભાઈએ પ્રેમસબંધમાં આ પગલું ભર્યું છે. હવે સત્ય શું છે એ તો ખેરગામ પોલીસની તપાસમાં જ બહાર આવશે એવું લાગી રહ્યું છે.

